આગામી તા. 10,11,12 ફેબ્રુઆરીના મહોત્સવ પુર્વે ટંકારાની આથમણી બાજુ રૂડું ને રૂપાળું લાગે એવુ કામ કરનાર અધિકારીઓ જ્યા ઉતારો આપ્યો ત્યા પણ વ્યવસ્થા કરવા જણાવ્યું તાત્કાલિક કાર્યવાહી કરો નહીંતર નગરજનો જાતે કામ કરી તંત્રની પોલ છતી કરશે.



ટંકારા જીલ્લા પંચાયતના સદસ્ય અને વિપક્ષના નેતા ભુપત ગોધાણીએ માર્ગ અને મકાન વિભાગને આગામી દિવસોમાં દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે ત્યારે અહી હજારો આર્ય સમાજના લોકો દેશ દેશાવરથી આવવાના છે. જેને પગલે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ શહેરનો મુખ્ય માર્ગ સ્મશાન અને ગાયત્રીનગર નજીક મસમોટા ગાબડા અને પાણીના નિકાલ માટે હેરાન પરેશાન થઈ રહેલા નગરવાસી માટે તાકીદે કામગીરી કરવા જીલ્લા પંચાયતના વિપક્ષી નેતા ભુપત ગોધાણીએ રજુઆત કરી છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
