કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કાયમી ભરતી કરવા માટે મુ.મંત્રીશ્રીને રજુઆત

યુવા કોંગ્રેસ પ્રમુખ આબિદ ગઢવારાની જ્ઞાન સહાય ભરતી રદ કરવા રજુઆત

વાંકાનેર વિસ્તારના યુવાનો હોય કે ખેડુતો હોય માટે હર હંમેશ લડતા વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબિદ ગઢવારા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્ભાઈ પટેલ સાહેબને જ્ઞાન સહાય ભરતી રદ કરી કાયમી ભરતી કરવા માટે રજુઆત કરવામાં આવી છે અને વિદ્યાર્થીના ભવિષ્યની ચિંતા કરી આ ભરતી રદ કરવા ગુજરાત સરકારને વિનંતી કરવામાં આવી છે. આ લડતમાં વિદ્યાર્થીઓને ન્યાય નહી મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે, એમ પણ એમણે એક યાદીમાં જણાવ્યું છે.

એમને જણાવ્યું છે કે સરકારશ્રી દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ કરેલ જ્ઞાન સહાયક ઠરાવ અન્વયે અમો TET/TAT પરીક્ષા પાસ ઉમેદવારો સાથે અન્યાય થયો છે. વર્તમાન સમયમાં ગુજરાતની અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તથા ઘણી શાળાઓ માત્ર એક શિક્ષક પર નિર્ભર છે,

જેના કારણે રાજયના શિક્ષણ પર માઠી અસર થઈ રહી છે. તો,અમારી સરકારશ્રી સમક્ષ માંગણી છે કે તાજેતરમાં PTC/B.ED. કરેલા ઉમેદવારો માટે સરકારશ્રી દ્વારા ઘણા વર્ષો બાદ લેવાયેલ TET-1, TET-2 TAT-1, TAT-2 ની પરીક્ષા આપી યોગ્યતા સાબિત કરેલા મહેનતુ વિધાર્થીઓ (ટેટ–ટાટ ઉમેદવારો) ની જુની ભરતી પ્રક્રિયા મુજબ કાયમી ધોરણે ભરતી કરવામાં આવે.

સરકારશ્રી દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ કરેલ ઠરાવ મુજબ જ્ઞાન સહાયક તરીકે ૧૧ મહીનાના કરાર અને ૪૦ વર્ષ સુધીની ઉંમરના ઉમેદવારને હંગામી ધોરણે નજીવા વેતનથી ભરતી કરવાનું ઠરાવેલ છે, તે વિધાર્થીઓ માટે અન્યાય કર્તા છે.

વિધાર્થીઓ TET અને TAT પરીક્ષા આપવા યોગ્યતા પ્રાપ્ત કરવા તેમજ તેમાં સફળ થવા માટે વિધાર્થીની ૩૦ વર્ષ ઉંમર થઈ જતી હોય છે અને આ સમયગાળા દરમિયાન અભ્યાસ માટે આર્થિક નુકશાની પણ ભોગવી પડે છે. તેમજ આટલો અભ્યાસ કરવા છતા

સરકારશ્રીના નવા ઠરાવ પ્રમાણે કાયમી ધોરણે નિમણુંક મળતી નથી. જેથી ઉમેદવારનું અને વિધાર્થીના પરીવારનું ભવિષ્ય જોખમાય છે. અને સાથોસાથ કાયમી નિમણુંક ન હોવાના કારણે ગુજરાતના ભાવિ બાળકોના શિક્ષણ પર માઠી અસર થવાની સંભાવના રહે છે. અને જો આ સરકારના ઠરાવ મુજબ શિક્ષકનું જ ભવિષ્ય નકકી નહી હોય તો તે ગુજરાતના વિધાર્થીઓનું ભવિષ્ય કઈ રીતે નકકી કરશે, એ પણ આપણા માટે ચીતાનો વિષય છે.

સરકારશ્રી દ્વારા TET-1, TET-2 TAT-1 અને TAT-2 (પ્રિલિમ) નું પરીણામ જાહેર કરવામાં આવેલ છે. ઠરાવમાં જણાવ્યા મુજબ “જ્ઞાન સહાયક’ ની ભરતી TET અને TAT પરીક્ષા આધારિત થવાની છે, તો જો કરાર આધારિત ભરતીનું આયોજન થઈ શકતું હોય તો કાયમી ભરતીનું આયોજન કેમ ન થાય? તથા જો કરાર આધારિત જ ભરતી કરવી હોય તો પછી દ્રિ-સ્તરીય પરીક્ષાનું શું જરૂર?

ગૃપમાં કઈ રીતે જોડાશો?

Content Copying Forbidden !!

error: Content is protected !!