વાંકાનેર મામલતદાર કચેરી ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્રનું આશરે ચાર વર્ષ જુના અખાધ્ય કપાસીયા તેલનો આશરે કુલ ૮૦૦ KG જેવો જથ્થો શ્રી વાંકાનેર ખરીદ વેચાણ સંધમાં પડ્યો છે.
આ તમામ અખાધ્ય જથ્થાનો નિકાલ કરવાનો થતો હોવાથી જે લોકો આ જથ્થો ખરીદવા માંગે છે તેઓએ તા.૧૨/૦૮/૨૦૨૪ સુધીમાં પ્રતિ કિલોનાં ભાવ મુજબ બંધ કવરમાં વાંકાનેર મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન યોજના શાખામાં રજી.એડી થી મોકલી આપવાના રહેશે.
સમય મર્યાદા બહારની અરજીઓને ધ્યાને લેવામાં આવશે નહિ તેવું વાંકાનેર મામલતદારની યાદીમાં જણાવાયું છે.