કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જકાતનાકા પાસે કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

વીરપર, ઓળ અને માટેલમાં દેશી દારૂ બનાવવાનો આથો પકડાયો

વાંકાનેર: શહેરમાં આવેલ જકાતનાકા, રેલ્વેના બ્રિજ પાસે હાઇવે રોડ ઉપર ક્રેટા કારમાંથી દેશીદારૂ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે તો તાલુકાના વીરપર, ઓળ અને માટેલમાં દેશી દારૂ બનાવવાનો આથો પકડાયો છે….
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, એક સફેદ કલરની ક્રેટા ગાડી નંબર- GJ-10-CG-4630 વાળી ગાડીમાં દેશીદારૂનો મોટો જથ્થો લઈ બાઉન્ટ્રી તરફથી વાંકાનેર સીટી તરફ આવનાર હોવાની બાતમીના આધારે વાંકાનેર શહેરમાં જકાતનાકા પાસે વોચ કરતા બાતમીવાળી ગાડીમાંથી પ્લાસ્ટીકના બાચકાઓમાં ભરેલ કેફી પ્રવાહિ દેશીદારૂ લીટર-૬૭૫ કી.રૂ. ૧,૩૫,૦૦૦/- તથા કારમાંથી એક મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૬,૪૦,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી સ્થળ ઉપર ગાડી મુકી નાશી જતા ક્રેટા કાર ચાલક તથા તપાસમાં ખુલ્લે તેના વિરૂધ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે…
વાંકાનેર તાલુકાના વીરપર ગામથી ભીમગુડા ગામ તરફ જવાના રસ્તા ઉપર ગણેશભાઈની વાડી પાસે આવેલ પાણીના ખાડાની બાજુમાં ખરાબાની જગ્યામાં દેશી દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1,300 લીટર આથો તથા અન્ય મુદ્દામાલ મળી આવતા પોલીસે 26,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, આરોપી હાજર ન હોવાથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નિલેશભાઈ સિંધાભાઈ કોળી રહે. વીરપર તાલુકો વાંકાનેર વાળાની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેર તાલુકાના ઓળ ગામની સીમમાં મનસુખભાઈ અબાસણીયાની કબજા ભોગવટાવાળી વાડીમાં દેશી દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 325 લિટર આથો મળી આવતા 8125 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, આરોપી હાજર ન હોવાથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઈ શંભુભાઈ અબાસણીયા રહે. ઓળ તાલુકો વાંકાનેર વાળા સામે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છેકિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં વીરપર જવાના રસ્તા ઉપર આકાશભાઈ સરાવાડીયાની વાડીમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવતા 10,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસે આરોપી આકાશભાઈ અવચરભાઈ સરાવાડીયા (21) રહે. માટેલ શીતળાધાર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!