જુના હડમતીયા રોડ પર રહેતો બિયારના ટીન સાથે પકડાયો
વાંકાનેર: તાલુકાના જાલીડા ગામની સીમમા તળીયુના તળાવ ઉપર જુના વસુંધરા ગામે જવાના મારગે ઠાઠર ગૌચરમા બાવળની કાંટમાથી વિદેશી દારૂની બોટલો નંગ-૧૧૫૨ કિ રૂ. ૧૪,૯૭,૬૦૦/- નો મુદામાલ વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયો છે…

વાંકાનેર તાલુકા પોલીસને મળેલ સંયુકત બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમા તળીયુના તળાવ ઉપર જુના વસુંધરા ગામે જવાના મારગે ઠાઠર ગૌચરમા બાવળની કાંટમાંથી વિદેશી દારૂનો જથ્થો બોટલો નંગ-૧૧૫૨ કિ રૂ. ૧૪,૯૭,૬૦૦/- ના મુદામાલ પકડી આરોપી અજાણ્યો શખ્સ સ્થળ પર હાજર નહી મળી આવતા તેને શોધી કાઢવા ચક્રો ગતીમાન કરી અજાણ્યા ઈસમ વિરૂધ્ધ પ્રોહી. એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

જુના હડમતીયા રોડ પર રહેતો બિયારના ટીન સાથે પકડાયો
ટંકારાના જુના હડમતીયા રોડ ઉપર નદીના સામાકાંઠેથી જ પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરનું એક ટીન મળી આવ્યું હતું જેથી પોલીસે 100 ની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અજય વીરજીભાઈ વાઘેલા (23) રહે. જુના હડમતીયા રોડ ઝૂંપડામાં વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે…