ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ પાસામાં
વાંકાનેર: તાલુકા પોલીસની ટીમે મક્તાનપર ગામ પાસે શિવ સ્ટોન પથ્થરની ખાણ પાસે પોલીસે આઈ ૨૦ કારનો પીછો કરતા કાર મૂકી ચાલક નાસી ગયો હતો જે કારમાંથી
દારૂની ૧૩૧ બોટલનો જથ્થો મળી આવતા દારૂ અને કાર સહીત ૪.૫૩ લાખનો મુદામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે…જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પાડધરા ગામ નજીક વાહન ચેકિંગ દરમિયાન એક કારણે રોકવાનો ઈશારો કરતા ચાલકે કાર ભગાવી હતી જેથી પોલીસે પીછો કરતા મક્તાનપર ગામ પાસે શિવ સ્ટોન પથ્થર KHAAN1 પાસે
કાર રેઢી મૂકી ચાલક નાસી ગયો હતો અને પોલીસ ખાતું પકડી શક્યું નહોતું, જે રેઢી પડેલી કારની તલાશી લેતા ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ ૧૩૧ કીમત રૂ ૫૩,૪૬૯ નો જથ્થો મળી આવતા કાર કીમત રૂ ૪ લાખ સહીત કુલ રૂ ૪,૫૩,૪૬૯ નો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ પાસામાં
ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને પાસા વોરંટ ઈશ્યુ થતા વાંકાનેર તાલુકા પોલીસે આરોપીને ઝડપી લઈને સુરત જેલહવાલે કર્યો છે….મોરબી જીલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા ઉચ્ચ અધિકારીઓની સુચનાથી વાંકાનેર તાલુકા પોલીસે ઈંગ્લીશ દારૂના ગુનામાં અગાઉ ઝડપાયેલ આરોપી યાસીન રહીમ સમા (ઉ.વ.૩૧) રહે રાજકોટ દુધની ડેરી નજીક વાળા
વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા પાસા દરખાસ્ત મંજુર થઇ હતી અને પાસા વોરંટ ઈશ્યુ થતા રાજકોટ ખાતેથી હસ્તગત કરી લાજપોર જેલ સુરત મોકલી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે…