હોટલ પાસેથી રેઢી કાર મળી આવી
વાંકાનેર: તાલુકાના જોધપર ગામના ગુલામભાઇ શેરસીયાએ ફોન કરી પોલીસ ખાતાને જાણ કરતા અને પોલીસ જોધપર પહોંચતા હ્યુન્ડાઇ
આઇ ૨૦ કાર રજી નંબર: જી.જે. ૦૩ જે.સી. ૫૫૪૪ વાળીમાં દેશી દારૂ લીટર ૨૫૦ કી.રૂ .૫ ૦૦૦ નો રાખી હેરાફેરી કરી કોઈ કારણોસર
દેશી દારૂનો જથ્થો જોધપર ગામના જાંપા પાસે આવેલ સ્કુલ પાસે જાહેરમાં ફેંકી દઈ તથા આઈ ૨૦ કાર જોધપર ગામના ઓવરબ્રીઝ પાસે
આવેલ હરીયાણા મેવાત હોટલના કમ્પાઉન્ડ પાસે રોડ પર રાખી દઈ આરોપી હાજર નહીં મળી આવતા ગુન્હો દાખલ કરેલ છે અને કુલ
મુદ્દામાલ કિંમત રૂ.૨,૫૫,૦૦૦ નો કબ્જે કરી ગુન્હો પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫,૬૫ઇ ૯૮/૨ મુજબનો દાખલ કરેલ છે.