વરડુસરના શખ્સનું નામ ખુલ્યું
વાંકાનેર: તાલુકાના વીડી જાંબુડીયા પાસેથી પોલીસે કારમાં રૂ. 1 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી લઈ તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમે વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામના બોર્ડ પાસે રોડ પરથી આરોપી રામદેવસિંહ ગજુભા ઝાલા ઉ.વ.૩૬ ધંધો,ખેતી રહે.રાયસંગપર તા.મુળી જી.સુરેન્દ્રનગર વાળાને કારમાં અલગ અલગ બ્રાન્ડની
ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની કંપની શીલપેક બોટલ નંગ ૧૬૮ કિ રૂ.૧,૦૧,૫૫૬/- સાથે પકડી લઈ કુલ રૂ. ૪,૦૧,૫૫૬/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂનો જથ્થો વિશાલ ગોરધનભાઈ કોળી રહે.વરડુસર તા.વાંકાનેર વાળાએ મંગાવ્યો હોવાનું ખુલતા તેની સામે પણ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે….