કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ટાઉનહોલમાં પાર્ક અર્ટીગામાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો

ચંદ્રપુરમાં એસિડ પી ગયેલ મહિલાનું સારવારમાં મોત

વાંકાનેર શહેર વિસ્તાર ટાઉનહોલની ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ અર્ટીગા કારમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયા છે. બીજા બનાવમાં ચંદ્રપુર ગામે રહેતા આધેડ મહિલાએ પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતુ

મોરબી એસ.ઓ.જી. પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે વાંકાનેર, પુલ દરવાજા પાસે, ટાઉન હોલની બાજુમાં, ખુલ્લા પટમાં એક મારૂતિ અર્ટીગા કાર રજી.નં. GJ-04-DN-3804 જેના પાછળના કાચ ઉપર અંગ્રેજીમાં RONAK લખેલ છે તે ગાડીમાં બે ઇસમો ગેરકાયદેસર વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બેસેલ છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ગાડીમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો 07 કિલો 183 ગ્રામ કિ.રૂ.3,59,150, મારૂતિ કંપનીની અર્ટીગા કાર રજી.નં. GJ-04- DN-3804

કિં.રૂ.7,00,000, મોબાઇલ ફોન નંગ-02કિ.રૂ.10,000તથા રોકડ રૂ.3500 વિગેરે મળી કુલ કિ.રૂ.10,72,650/-ના મુદામાલ સાથે આરોપી લલીતભાઇ ઉર્ફે લકકી હેમંતભાઇ ધામેચા તથા વિજયભાઇ સાગરભાઇ સારલાને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એકટ કલમ-8(સી) 20(બી) 29 મુજબની કાર્યવાહી કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવતા આગળની કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરેલ છે.

વાડી, ફાર્મ હાઉસ, કારખાના કે પોલ્ટ્રીફાર્મમાં ફેન્સીંગ માટે

ચંદ્રપુરમાં એસિડ પી ગયેલ મહિલાનું સારવારમાં મોત
વાંકાનેર તાલુકાના ચંદ્રપુરમાં રહેતા વસંતબેન મનોજભાઈ પરમાર (ઉ.52) નામના આધેડ મહિલાએ ગઈકાલે બપોરે એકાદ વાગ્યા પહેલા કોઈ પણ કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર એસિડ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક મહિલાએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે

Content Copying Forbidden !!

error: Content is protected !!