46 જેટલા માલઢોર તથા 9 જેટલા માણસને બચકાં ભર્યા
વાંકાનેર તાલુકાના ભેરડા ગામે હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો, જેમાં ગતરાત્રીના હડકાયા બનેલા એક કુતરાંએ ગામના અલગ અલગ માલધારીઓના ગાય, ભેંસ, બકરા સહિતના 46 જેટલા માલઢોર તથા નવ જેટલા માણસને બચકાં ભરતા ગામમાં ફફડાટ મચી ગયો છે…..





જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ભેરડા ગામે ગતરાત્રીના એક હડકાયા બનેલા કૂતરાંએ આતંક મચાવ્યો હતો, જેમાં ગામના અલગ અલગ 17 ખેડૂત તથા માલધારીઓના કુલ 46 જેટલા ગાય, ભેંસ, બકરા સહિતના પાલતું પ્રાણીઓ અને નવ જેટલા માણસોને આ હડકાયા કૂતરાએ બચકાં ભર્યાં હતાં, જેથી બાબતે ગામના નાગરિકોએ તાત્કાલિક ખાનગી પશુ ડોકટરને બોલાવી જાનવરોને રસી અપાવી હતી, જ્યારે ભોગ બનનાર માણસોએ લુણસર તથા વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતેથી રસી મુકાવી હોવાની વિગતો ગામનાં આગેવાનો પાસેથી મળી રહી છે…
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
