ચંદ્રપુર અને વાંકાનેર ફળેશ્વર મંદિરમાં પતાળિયા વોંકળાના પાણી
વાંકાનેર તાલુકાના કેરાળા ગામે તા 28.8.24 સવારના 8.00 વાગ્યા સુધી 32 ઇંચ વરસાદ પડેલ છે, એવું નુરમામદભાઈ બાદી જણાવે છે. છેલ્લા ઘણા વરસોથી આટલો બધો વરસાદ સતત પડયાનો આ રેકોર્ડ છે. ખેતી પાક નિષ્ફ્ળ ગયો છે અને ખેતરો ધોવાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું છે.
* વડસર તળાવ છલકાઈ ગયું છે.
* ચંદ્રપુર નીચાણવાળા વિસ્તારમાં અને વાંકાનેર ફળેશ્વર મંદિરમાં પતાળિયા વોંકળાના પાણી ઘુસેલા
* વાંકાનેર તાલુકાના નાના-મોટા તમામ ચેકડેમ અને તળાવ છલકાઈ ગયા છે.