કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અયોધ્યા જઈને જીવ ગુમાવનાર એક વાંકાનેરવાસી

માં-બાપને કહ્યા વગર જ બાબરી મસ્જિદ ધ્વંશ વખતે અયોધ્યા પહોંચી ગયેલા

વાંકાનેર: 1992માં જયારે અડવાણીજીની રથ યાત્રા નીકળી હતી અને ગામે-ગામથી ‘રામ મંદિરમાં એક શીલા અમારા ગામની પણ’ આંદોલનમાં વાંકાનેરમાંથી પણ ઈંટો એકઠી કરાતી હતી, ત્યારે વાંકાનેર આરોગ્યનગર બસ સ્ટેન્ડ પાસે એક જિલ્લા પંચાયતના (કદાચ આરોગ્ય શાખાના) કર્મચારી રહેતા હતા, એમના અઢારેક વર્ષના પુત્ર (નામ ભુલાઈ ગયું છે) માં-બાપને કહ્યા વગર જ બાબરી મસ્જિદ ધ્વંશ વખતે અયોધ્યા પહોંચી ગયેલા. જ્યાં થયેલ બખેડામાં એ યુવાને પણ જીવ ખોયેલો.

યુવાન અયોધ્યા ગયાની જાણ પછીથી યુવાનના મિત્ર દ્વારા કુટુંબને થયેલી. યુવાનનું પાર્થિવ શરીર તો વાંકાનેર નહોતું આવ્યું, પણ ત્યારે હિન્દૂ સંસ્થાઓએ પછીથી એમના ઘરે જઈને સાંત્વના પાઠવેલી. જો કે એમને એમના તરફથી જેટલું પ્રાધાન્ય મળવું જોઈતું હતું, એટલું મળ્યું નહોતું.


અમને આ વાતની જાણ થતા અમે એમના ઘરે જઈને એમના માત-પિતાનું ઇન્ટરવ્યૂ લીધેલું અને કમલ સુવાસ (સાપ્તાહિક)માં પ્રગટ કરેલું, જે અત્યારે ઉપલબ્ધ નથી. જાણવા મળેલ કે યુવાન માનસિક રીતે થોડો અસ્વસ્થ હતો- સ્વભાવે અલગારી હતો. સીધાસાદા માં-બાપે પોતાનો પુત્ર અયોધ્યા જશે તેવી અપેક્ષા નહોતી રાખેલી.
જિલ્લા પંચાયતના ત્યારે મોટી ઉંમરના એ કર્મચારી ઘણા સમયથી વાંકાનેરમાં હવે દેખાતા નથી, પણ એ આંદોલનમાં એક વાંકાનેરવાસીએ પણ જીવ ગુમાવેલો, એ હકીકત છે. જાતે એ બાવાજી હતા. મૂળ એ વાંકાનેરના નહોતા. –નઝરૂદીન બાદી

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!