રાજકોટ: વાંકાનેર બસ સ્ટેશન પાછળ ભરવાડપરામાં રહેતાં નારણભાઇ કેસરભાઇ પતરીયા (ઉ.વ.૪૪)નું રાજકોટ ખાતે અવસાન થયેલ છે.
જાણવા મળ્યા મુજબ નારણભાઇ મવડી ૧૫૦ રીંગ રોડ પર જુના ઓમનગરમાં ભત્રીજા દિલીપભાઇ લક્ષમણભાઇ પતરીયાની ઘરે હતાં, ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. તે ત્રણ બહેન અને બે ભાઇમાં નાના અને અપરિણીત હતાં. કેટલાક દિવસથી બિમાર હોઇ દવા કરાવવા અહિ આવ્યા હતાં. હોસ્પીટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.