વાંકાનેર: ઠીકરીયાળા પાસે રીક્ષા ચાલક ઠીકરીયાળા બાળકને લેવા જતા એક ટ્રાવેલ્સ બસ હડફેટે મોત નીપજ્યાનો બનાવ બન્યો છે….જાણવા મળ્યા મુજબ થાનગઢ, જગદંબા ધાર, રેલ્વે સ્ટેશન પાછળ રહેતા મહાદેવભાઈ ગોંવિદભાઈ સરવૈયા (ઉ.વ.૩૬)એ ફરીયાદમાં લખાવેલ છે કે ફરિયાદીના ભાઈ જયેશભાઈ ગઈ તા.૦૭/૧૧/૨૦૨૪ ના રોજ સવારના વખતે થાનના અશ્વીનભાઈ વિનોદભાઈ વાધરોડીયાના પરીવારજનોને લઈને
નિકાવા (તા.કાલાવાડ) ખાતે પીરદાદાના દર્શન કરવા માટે પાડોશી ગોપાલભાઈ પ્રેમજીભાઈ કિંહલાની સી.એન.જી રીક્ષા રજી નંબર GJ-13-AV-7116 વાળી લઈને નિકાવા ગયેલ. મારાબહેન હંસાબહેનનુ ઘર ઠીકરીયાળા રસ્તામા આવતુ હોય તેમના ઘરે સાથે લીધેલ ફરિયાદીના દીકરા ધવલને ઠીકરીયાળા મુકી ગયેલ…
બાદ સાંજના જાણ થયેલ કે વાંકાનેર બાઉંટ્રી પાસે આવેલ પોલીસ ચોકી પાસે નેશનલ હાઈવે ઉપર ધવલને પરત લેવા માટે રાજકોટથી ઠીકરીયાળા આવતા હતા ત્યારે ઠીકરીયાળા ગામના પાટીયા પાસે તેમની રીક્ષાનુ એક્સીડન્ટ થયેલ છે, આથી બોલેરો પીકઅપ લઈને ત્યાં પહોંચતા બન્ને વાહનમાં અકસ્માતના લીધે નુકશાન થયેલ હતુ. તેમજ રીક્ષામા બેસેલ પેસેન્જરોને પણ અકસ્માતમા ઈજાઓ થયેલ હોય
તેઓને ૧૦૮ માં દવાખાને સારવારમાં લઈ ગયેલ હતા અને ત્યા હંસાબેન તથા મારા બનેવી રમેશભાઈ દેવશીભાઈ બાવળીયા રહે. ઠીકરીયાળા (વાંકાનેર) વાળા હાજર હતા. તેમણે મને જણાવેલ કે જયેશભાઈ પોતાની રીક્ષા લઈને ઠીકરીયાળા ગામે પોતાના ભત્રીજા ધવલને લેવા આવતા હતા ત્યારે રાજકોટ તરફના રોડ પરથી ઠીકરીયાળા ગામના રસ્તા તરફ ડીવાઈડર કટમાથી વળાક લેતા દરમ્યાન
ચોટીલાથી રાજકોટ જતી મહાસાગર ટ્રાવેલ્સની નારંગી રંગની એક લકજરી બસ રજી નંબર GJ-03-BT-9033 વાળી અચાનક પુરઝડપે આવી જતા જયેશભાઈની રીક્ષાને પાછળના ડાબી બાજુના ટાયર પાસે ઠોકર મારતા રીક્ષા ચાલક જયેશભાઈ રીક્ષામાથી ફંગોળાઈ જઈ રોડ પ૨ નીચે પડી ઢસડાતા ઢસડાતા મહાસાગર લકજરી બસના ડાબી તરફના આગળના વ્હીલમા નીચે આવી ગયેલ હતા અને બસનો
ડ્રાઈવર વાહન અકસ્માત કરીને નાસી ગયેલ હતો અને રીક્ષા આ ઠોકરના લીધે ટ્રાવેલ્સની સમાંતરે રાજકોટ તરફ જતી એક કાળા રંગની સ્કોર્પીયો કાર રજી નંબર GJ-12-FC-3618 વાળીમા અથડાયેલ, જેથી સ્કોર્પીયો ગાડીના ચાલકે અકસ્માત નિવારવાનો પ્રયત્ન કરતા સ્કોર્પીયો ગાડી તથા રીક્ષા પોલીસ ચોકી તરફ રોડની નીચે સરકી ગયેલ હતી. આ અકસ્માતમા રીક્ષા ચલાવનાર જયેશભાઈનું મરણ થયેલ છે…