બીજા બનાવમાં કારખાનામાં મારામારીમાં ઈજા

વાંકાનેર: તાલુકાના વઘાસીયા ટોલનાકા પાસે એક મહિલાને રીક્ષા ચાલકે ટક્કર મારતા ઇજા છે, કારખાનામાં યુવાનને મારામારીના બીજા બનાવમાં ઇજા થયેલ છે…

વાંકાનેર તાલુકાના વઘાસીયા ટોલનાકા પાસે રીક્ષા ચાલકે ટક્કર મારતા તીથવાના ગીતાબેન વિક્રમભાઈ વાઘેલા (ઉ.38) નામના મહિલાને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીના ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં કારખાનામાં મારામારીમાં ઈજા
બીજા બનાવમાં વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા રાકેશભાઈ બચુભાઈ પરમાર (25) નામના યુવાનને કારખાનામાં મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી…
