મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર કોઠી ના સહયોગથી ચંદ્ર્પુર ગામમાં આવેલ સંસ્ક્રુતિ વિધ્યાલય ખાતે આરોગ્ય વિભાગ દ્રારા હેલ્થ અવેરનેશ હેતુથી શાળાની વિધ્યાર્થીનીઓને શારિરીક શિશણ બાબતે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ““મુજવણમાં માર્ગદર્શન” કાર્યક્રમ યોજાયો હતો.

વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસ અને પી.એચ.સી –કોઠી દ્રારા એડોલેસંન્ટ હેલ્થ અંતર્ગત્ત ચંદ્ર્પુર ગામમાં આવેલ સંસ્ક્રુતિ વિધ્યાલય ખાતે ધોરણ 6 થી 12 વિધ્યાર્થી બહેનો માટે આ કાર્યક્રામમા શારિરીક શિક્ષણ બાબતે વિશિષ્ટ માર્ગદર્શન ડૉ.સાહિસ્તા કડીવાર અને ડો.હિરલબેન ચંદારાણા દ્રારા આપવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમમા ઉપસ્થિત શાળાની 275 કરતા વધુ વિધાર્થીની બહેનોમા આરોગ્ય વિભાગ દ્રારા સેનેટરી પેડ્સ વિતરણ કરવામા આવ્યા હતા. આ કાર્યક્રમમા વિધાર્થીનીઓને મુંજવતા પ્રશ્નોનો ના વૈજ્ઞાનિક જવાબો ડો. હિરલબેન ચંદારાણા દ્રારા આપવામા આવ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તથા તમામ સ્ટાફ ગણ , તેમજ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર કોઠીના મેડીકલ ઓફિસર ડો.સાહિસ્તા કડીવાર અને ચંદ્ર્પુર ના હેલ્થ & વેલનેશ સેંન્ટર ના FHW તેમજ RBSK FHW સોનલબેન ઝાલા હાજર રહેલ. આભાર વિધિ શાળાના આચાર્ય મુસ્તાક સાહેબએ કરેલ.