કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરમાં સુખી દાંપત્ય જીવન અંગેનો સેમિનાર યોજાયો

અમરીશભાઇ કોન્ટ્રાક્ટરે નવયુગલોને ‘રત્ન કણિકા’ નામની પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું 

વાંકાનેર : હું ગોકુલધામ-નાર મુકામે સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પોલએલ સમૂહલગ્નનાં નવયુગલો માટે સુખી દામ્પત્યજીવન અંગેનો સેમીનાર યોજવામાં આવ્યો હતો.

પ્રભુની પ્રાર્થના બાદ સંતોના પૂજન વિધિથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સાધુ પૂ.શુકદેવપ્રસાદદાસજી તથા પૂ.હરિકળષ્ણદાસજી સ્વામીનું પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ આમંત્રિત મહેમાનોનું ફૂલહાર તથા કુમકુમ તિલકથી સંતો દ્વારા અભિવાદન કર્યું. મોહનભાઇ બારોટ (વડોદરા), અમરીશભાઇ કોન્ટ્રાક્ટર, મહેન્દ્રભાઇ, પંડોળી હિરળષ્ણભાઈ, જાણીતા સમાજસેવક અને ઉદ્યોગપતિ કેશુભાઇ ગોટી, મુકેશભાઇ રાઠોડ, અમેરિકા સ્થિત વિશાલભાઇ ભગત, ડો.અમીરાબેન જોષી, ડૉ. પૂજા પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો.  

મનુભાઇએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા. મહેમાનોનાં વક્તવ્યમાં મોહનભાઇ બારોટ તથા ડૉ.અમીરાબેને સુખી દામ્પત્ય જીવન માટે સમજ અને માર્ગદર્શન આપ્યું હતું. કેશુભાઇ ગોટીએ ગર્ભ સંસ્કારની સવિસ્તાર સમજ આપી, બાળકના સંસ્કાર વિશે માહિતી આપી હતી. અમરીશભાઇ કોન્ટ્રાક્ટરે નવયુગલોને ‘રત્ન કણિકા’ નામની પુસ્તિકાનું વિતરણ કર્યું હતું. ખંભાતથી પધારેલ મુકેશભાઇ રાઠોડે દિવ્યાંગોને મળતી સરકારી સહાય કયાંથી. કેવી રીતે મળે એ અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. સેમીનારમાં નવયુગલોને સંતો દ્વારા લગ્નનું પ્રમાણપત્ર અને ગિફટ તથા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને સૌને સુખી દામ્પત્યજીવનની શુભેચ્છા તથા આશીર્વાદ આપ્યા હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!