માતાજીના માંડવામા જતા કલાવડી ગામના પાટીયાથી આગળ અકસ્માત
વાંકાનેર: તાલુકાના સીંધાવદરના ભરવાડ કુટુંબના ત્રણ જણા સીંધાવદરથી ખોખડદડ ગામે માતાજીના માંડવામા જતા કલાવડી ગામના પાટીયાથી આગળ ગેસ પ્લાન્ટની સામે પહોંચેલ ત્યારે સામેથી આવતી ઇકો કાર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજેલ છે અને અન્ય બે યુવાનને ઈજાઓ પહોંચી હતી….
વાંકાનેર પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ સીંધાવદરના વિશાલભાઈ ધારાભાઈ બાંભવા (ઉ.વ-૨૧) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા-૦૧/૦૩/૨૦૨૫ ના રોજ હું તથા મારા કુંટુંબીભાઇ ગોપાલભાઇ ઉર્ફે વિશાલભાઈ પરબતભાઈ બાંભવા તથા સંદિપભાઈ નાગજીભાઇ બાંભવા એમ ત્રણેય જણા
અમારા ગામના વાહીદભાઇ પરાસરાનુ એકટીવા મો.સા. રજી.નંબર-જી.જે.૩૬-એડી.૬૦૬૯ વાળુ લઇને સીંધાવદરથી ખોખડદડ ગામે માતાજીના માંડવામા જવા નિકળેલ, રાત્રીના આશરે દશેક વાગ્યાના અરસ્સામા કલાવડી ગામના પાટીયાથી આગળ ગેસ પ્લાન્ટની સામે
પહોંચેલ ત્યારે કણકોટ તરફથી સામેથી એક ઇકો કાર પુર ઝડપે આવી અમારી સાથે ભટકાયેલ, મને તથા સંદિપને વાગેલ હોય જેથી અમારા ગામના પ્રવિણભાઇ બાંભવા વાંકાનેર હોસ્પીટલ ખાતે સારવારમા લાવેલ તેમજ સવારે અમોને પ્રવિણભાઇએ જણાવેલ કે તમારી સાથેના
ગોપાલ ઉર્ફે વિશાલ જે મોટર સાયકલ ચલાવતો હતો, તેને રાજકોટ હોસ્પીટલ ખાતે સારવારમા લઇ ગયેલ હતા અને તા.૦૨/૦૩/૨૦૨૫ ના રોજ ચાલુ સારવાર દરમ્યાન મરણ ગયેલ હતો. તમારી સાથે જે ઇકોકાર ભટકાયેલ છે. તેના રજી. નંબર-જીજે-૦૩-જે.સી.-૩૧૮૬ ના હતા. પોલીસખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….