વાંકાનેર: ગીરનારની લીલી પરિક્રમા દર વર્ષની માફક આ વર્ષે પણ જય ગીરનારીના સતત નાદ વચ્ચે પાંચ લાખ ભાવિકો જંગલમાં દેવઉઠી અગિયારસ એટલે કે દેવઉઠી અગિયારસથી કાર્તિક પૂનમ સુધી ગીરનારની ફરતે 36 કિ.મી.ની લીલી પરિક્રમા 5 દિવસ જંગલમાં મંગલ મચાવી દુનિયાની આધી વ્યાધી ઉપાધીને છોડી જીવ અને શીવનું મીલન કરવા 

દુનિયા સાથે નાતો તોડી જંગલમાં વિતાવે છે. માથે પોટલા લઈ ચડાણ ઉતરણ અનેક કાચા રસ્તાઓમાં સાંકડા રોડ વચ્ચે હૈયે હૈયુ દળાય તેટલી માનવ મેદની ઉમટી પડે છે. વાહનોની કતારો, બસ ટેમ્પા ટ્રક ટ્રેન રીક્ષાઓ પ્રાઈવેટ વાહનો લકઝરીઓમાં માનવ કીડીયારૂ ભવનાથ તળેટીમાં ઉભરાય છે…

ગીરનારની લીલી પરિક્રમામાં વાંકાનેરથી હમીરભાઈ કાળાભાઈ લામકા (ઉ.59) ને હીરા ભગતની જગ્યા ભરવાડ સમાજના ઢાબા ઉપર હાર્ટનો હુમલો આવી જતા મોત નોંધાયું હતું. ત્યાંના ના.પા. અધિકારી વાય.એન. સોલંકીએ તપાસ હાથ ધરી છે…
વાંકાનેરમાં તેઓ ઉપલા પરામાં વૃદ્ધાશ્રમ પાસે રહે છે. એને લાલાભાઇ (9327436570) નામે એક પુત્ર છે, જે કરિયાણાની દુકાનમાં કામ કરતા હોવાની માહિતી મળી છે. ઘટનાની જાણકારી મળતા વાંકાનેરથી તેમના પાંચ સ્વજનો મૃતદેહ લેવા ગયા હતા…