હાઇવે પર આગ લાગી: સરતાનપરના આઘેડને અકસ્માતમાં ઇજા
વાંકાનેર: શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- ચંદ્રપુર, ની ખાસ સુચનામાં જણાવેલ છે કે દરેક ખેડુતભાઈઓ, દલાલભાઈઓ, વેપારીભાઈઓ અને વાહન માલીકભાઈઓને ખાસ જાણ કરવામાં આવે છે કે તા. ૦૧/૦૩/૨૦૨૪ થી ૦૩/૦૩/૨૦૨૪ સુધી હવામાન ખાતાની કમોસમી વરસાદ (માવઠા) ની આગાહી હોવાથી ખેડુતભાઈઓએ પોતાનો માલ તાલપત્રી/ કાગળ ઢાંકીને વાહનમાં લાવવા જાણ કરવામાં આવે છે. વેપારીભાઈઓનો ખુલ્લી જગ્યામાં જે માલ પડેલ છે. તે પોતાની ગોડાઉનમાં વ્યવસ્થા કરી લેવી.
ગઈ કાલે બપોરે 12:28 કલાકે વાંકાનેર ચોટીલા હાઈવે પર ભારત ઓઇલ મીલ જીનમાં રૂ ના ઢગલામાં આગ લાગેલ હતી. નુકશાનીની વધુ વિગતો જાણવા મળેલ નથી. આ બનાવમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના જવાનોએ તાત્કાલિક પહોંચી આગને કાબુમાં લીધી હતી.
સરતાનપરના આઘેડને અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા શામજીભાઈ વાલજીભાઈ ખાણીયા (૪૦) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ડો. સદાતીયાના દવાખાના પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં શામજીભાઈને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ દ્વારા કરવામાં આવી છે.
નશો કરી વાહન ચલાવતા:
પલાંસના નવઘણ અમરશીભાઇ બોહકિયા નશો કરી સર્પાકારે મોટર સાયકલ ચલાવતા મોટર સાયકલ કબ્જે અને આરોપી સામે કાયદેસર કાર્યવાહી
પીધેલ:
હસનપર મેલડી માતાના મંદિર પાસે રહેતા અર્જુન ગંભીરભાઈ જીંજવાડીયા પીધેલ પકડાયા છે
ટ્રાફિક નિયમના ભંગ:
(1) ભાટિયા સોસાયટીમાં રહેતા મહેશ સોમજીન્હાઇ ડાભી અને (2) મહાવીરનગર વાડિયા વિસ્તારમાં રહેતા ધમાભાઈ મચ્છાભાઈ બાંભવા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો