વાંકાનેર: બાઉન્ટ્રી પાસે પોલીસને જોઈ ઇકો ભગાડી પીછો કરતા દેશી દારૂ ભરેલી રેઢી કાર ભલગામ પાસેથી પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે….
ઓવરબ્રીઝ પાસે પોલીસ ખાતાએ એક ઇકો કાર ઉભી રખાવવા લાઇટ ડીમ ફુલ કરતા ચાલકે ઉભી રાખેલ નહી અને સ્પીડ વધારી ભલગામ તરફ ચલાવી નીકળી ગયેલ. શંકા જતા પીછો કરતા ભલગામ પાસે તુલસી હોટલની બાજુમાં રસ્તા પર ધુળની ડમરી ઉડતી હોય જેથી
હોટલની પાછળના ભાગે જતા ગ્રે કલરની ઇકો કાર પડેલ હતી, જેનો આગળનો ભાગ સીમેન્ટના ઓટલા સાથે ભટકાયેલ અને ટાયરમાં હવા નીકળી ગયેલ હતી, ચાવી ઈકોમાં લગાવેલ હતી. કારમાં સફેદ કલરના દેશી દારૂ ભરેલા બાચકા નંગ-૧ ૬ માં રહેલ બુંગીયા નંગ-૮૦ કિંમત રૂ.૮૦,૦૦૦/-નો અને ગ્રે કલરની ઇકો કાર રજી.નંબર GJ-36-AF-3451 જેના આગળના કાચ ઉપર અંગ્રેજીમાં “Raja Meldi” લખેલ તથાપાછળના કાચ ઉપર કાનુડાનો ફોટો તથા ગુજરાતીમાં ““કનૈયા” લખેલ તથા દ્વારીકાધીશ મંદીરનો ફોટો છે, તે ઇકો કારની કી.રૂ.૩,૦૦,૦૦૦/-ગણી પોલીસે કબ્જે કરેલ છે અને ઇકો કાર ચાલક સામે પ્રોહી. કલમ ૬૫(ઇ), ૯૮(૨)મુજબનો ગુન્હો નોંધાયેલ છે. કાર્યવાહીમાં અનાર્મ પોલીસ કોન્સટેબલ જયદીપસિંહ હરીસિંહ રાઠોડ, એ.એસ.આઈ. ચમનભાઈ ચાવડા, પો.કોન્સ. સંજયસિંહ જાડેજા, વીજયભાઇ ડાંગર તથા લોકરક્ષક શક્તિસિંહ પરમાર જોડાયા હતા…