જ્ઞાનગંગા સ્કૂલના વિધાર્થી પટેલ મિત સમગ્ર બોર્ડમાં પ્રથમ નંબર મેળવ્યો.
વાંકાનેર: આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ ધો.10ના પરિણામમાં 99.99 PR સાથે જ્ઞાનગંગા સ્કુલનો વિદ્યાર્થી પટેલ મીત શૈલેષભાઈ સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમે આવેલ છે.
પટેલ મીતના પિતા શૈલેશભાઈ વાંકાનેર કોર્ટના જજ છે. પટેલ મીતે ગણિત અને સંસ્કૃત બંને વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવેલ છે. પટેલ મિતે જ્ઞાનગંગા સ્કૂલ અને વાંકાનેરનું ગૌરવ વધારેલ છે. કમલ સુવાસ ગ્રુપ તરફથી પટેલ મિત અને જ્ઞાનગંગા સ્કૂલને ખુબ ખુબ અભિનંદન…