એક ઇંચ
વાંકાનેર: મેઘરાજાએ ગત મોડીરાત્રે સાડાબારની આસપાસ ધડબડાટી બોલાવી હતી. શરૂઆતમાં પવનની લહેરખી અને પછી કડાકા-ભડાકા વચ્ચે વાંકાનેરમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. લાઈટ થોડીવાર માટે જતી રહી હતી, વરસાદ વચ્ચે પણ ફરી ચાલુ થઇ હતી, આ વાત પર પીજીવીસીએલને ધન્યવાદ આપવા પડે…




મોરબી ફ્લડ કંટ્રોલરૂમના આંકડા મુજબ મોરબી જિલ્લામાં સૌથી વધું વાંકાનેરમાં 25 મીમી, મોરબીમાં 14 મીમી, ટંકારામાં 7 મીમી વરસાદ વરસ્યો હતો. જો કે, હળવદ અને માળીયા મિયાણા કોરા કાટ રહ્યા હતા…
