તમારા ગામના સર્વે ટીમના સભ્યનું નામ અને મોબાઇલ નંબર જાણો
વાંકાનેર: મોરબી જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી વરસેલા ભારે વરસાદને કારણે ખેતીની જમીનને વ્યાપક નુકશાન થવાની સાથે કપાસ અને મગફળી સહિતના ખરીફ પાકોમાં પણ વ્યાપક નુકશાન થઇ હોવાથી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા મોરબી જિલ્લાના તમામ 344 ગામોમાં ખેત નુકશાની માટે 29 ટીમને સર્વે માટે મેદાનમાં ઉતારવામાં આવી છે.
મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.સી. ઉસદડીયાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના 344 અસરગ્રસ્ત ગામોમાં ખેતીવાડી ક્ષેત્રે થયેલ નુકશાનીનો અંદાજ મેળવવા માટે શનિવારથી શરૂ કરવામાં આવ્યો છે. વધુમાં જિલ્લામાં ખેતીવાડીને નુકશાની અંગે આગામી 20 થી 25 દિવસ સુધી સર્વેની કામગીરી કરવામાં આવશે. વધુમાં સર્વેમાં માટે 29 જેટલી ટીમો કામે લાગી છે આ ટીમમાં ગ્રામ સેવક, તલાટી મંત્રી અને સરપંચનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું હતું.
વાંકાનેરના 101 ગામોના સર્વેક્ષણ માટે 7 ટીમ અને ટંકારા તાલુકાના 42 ગામોના ખેત નુકશાની સર્વે માટે 5 ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે. આ વર્ષે જિલ્લામાં 3,14,123 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં કપાસનું 2,00001 હેકટર, મગફળીનું 69,458 હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે.
વાંકાનેર તાલુકામાં પાક નુકશાની સર્વે ટીમની વિગત દર્શાવતું પત્રક
આ પરિપત્રની નકલ લુણસરના ફારૂકભાઈ લોલાડીયાએ મોકલેલ છે, જે બદલ એમના આભારી છીએ…
નોંધ: ગઈ કાલે નુકશાની અંગેના “પાકને થયેલ નુકશાનીના વળતર માટે ખેડૂતો અરજી કરો” સમાચાર પોસ્ટ કરેલા એ અન્ય જિલ્લાના હતા…