કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પંચાસર ચોકડીએ સાયકલને હડફેટે લેતા મરણ

ટંકારા ટ્રકે પાછળથી ઠોકર મારતા કારમાં નુકસાન

ટંકારા: લતીપર ચોકડીના ઓવર બ્રીજના છેડે નગરનાકા પાસે હાઈવે રોડ ઉપર ટ્રક અચાનક આઇ ટેન કારને પાછળથી હડફેટે લેતા યુવકની કારમાં નુકસાન થયું હોવાથી યુવકે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળેલ માહિતી મુજબ રાજકોટ જીલ્લાના દહીસરડા (આજી) ગામે રહેતા રજનીશભાઈ દામજીભાઈ ધમાસણા (ઉ.વ.૩૭) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -જી.જે-૧૨- બી.એક્સ-૫૭૩૨ ના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળો ટાટા કંપનીના ટ્રક રજીસ્ટર નંબર- GJ-12-BX- 5732 વાળો પુર ઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીદગી જોખમાઇ તે રીતે અચાનક પાછળ તરફ આવી ધડાકાભેર ફરીયાદિની ગાડીને હડફેટે લેતા ફરીયાદીની હ્યુન્ડાઇ કંપની આઇ.ટેન કાર રજીસ્ટર નંબર- GJ-03-HR-1073 વાળીના જમણી બાજુના બન્ને દરવાજા તથા બંફર તથા ડાબી બાજુના આગળના ટાયરમા તથા આગળના દરવાજને નુકસાન પહોચાડેલ તથા પાછળનુ ટાયર તથા રીંગ તુટી જતા નુકશાન કરી પોતાની ટ્રક લઇ નાશી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!