વાંકાનેર: બ્રહ્મસમાજ સોસાયટીમાં રહેતા અને મોટા ભોજપરા શિક્ષિકા તરીકે નોકરી કરતા એક મહિલાને હસનપર ઓવ્રરબ્રીજ પાસે પાછળથી એમના પતિના મોટર સાયકલને એક ટ્રકે ઠોકર મારતા પાછળ બેઠેલા શિક્ષિકાનું મરણ નીપજેલ છે અને એમના પતિને ઇજા થતા રાજકોટ દવાખાનામાં સારવાર હેઠળ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર બ્રહ્મસમાજ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ રમેશચન્દ્ર ઉપાધ્યાય (ઉ.વ.૪૧) ફરીયાદમાં લખાવેલ છે કે મારે સંતાનમાં એક દીકરી આરોહી ઉ.વ.૧૧ વર્ષની છે અને મારી પત્ની મોનાલીબેન છે, જે મોટા ભોજપરા ખાતે શિક્ષિકા તરીકે સરકારી નોકરી કરતા હતા. ગઇ તા.૦૭/૦૪/૨૦૨૫ ના સવારના હુ મારૂ મોટર સાયકલ રજી નં બર.GJ-36-AE-8707 વાળામાં મારી પત્ની મોનાલીબેનને બેસાડી ઘરેથી મોટા ભોજપરા સ્કુલે મુકવા જવા માટે નીકળેલ હતા અને
મારે ત્યાંથી ભોજપરા જાડેજા ઇન્ડસ્ટીઝ ખાતે કામે જવાનુ હતુ. હાઇવે રોડ હસનપર ઓવ્રરબ્રીજ પાસે પાછળથી એક ટ્રક UP-22-AT-1552 ચાલક ફુલ સ્પીડમાં ચલાવી આવી મોટર સાયકલને ઠોકર મારતા હુ તથા મારા પત્નીને રોડ ઉપર ફગોળી નીચે પાડી દીધેલ જેમાં મારી પત્નીને શરીરે ગંભીર ઇજા થયેલ હોય બેભાન હાલતમા પડેલ હતી. અકસ્માત કરનાર ટ્રક ચાલક નાશી ગયેલ હતો. થોડીવારમા ૧૦૮ એમ્બ્યુલન્સ ત્યા આવેલ અને મને તથા મારી પત્નીને વાંકાનેર સરકારી દવાખાને સારવારમા લઇ ગયેલ હતા. મારી પત્ની મરણ ગયેલ મને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ હતો. અમારા શેઠ કેસરીસિંહ જાડેજા તથા અમારા પાડોશી હરીભાઈ પંડયા તથા મારા સબંધી જીતેન્દ્રભાઇ ઉપાધ્યાય એમ બધા સરકારી હોસ્પીટલ ખાતે આવી ગયેલ હતા…