હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરતા શખ્સ સામે કાર્યવાહી
વાંકાનેરમાં હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે, ત્યારે તાજેતરમાં જાહેરનામાનો ભંગ કરતા શખ્સ ઝડપાયો હતો.
આરોપી ગોપાલ મેપાભાઇ ગમારા ઢુવા ચોકડી ખાતે રોડ ઉપર પોતાની સી.એન.જી. રીક્ષા નંબર:GJ-36-U-4933માં આશરે ત્રણ ફુટની લંબાઇનો એક પ્લાસ્ટીકનો ધોકો રાખી મળી આવ્યો હતો. આ શખ્સ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.