વાંકાનેર રેલ્વે સ્ટેશને બનેલો બનાવ
વાંકાનેર રેલ્વે સ્ટેશનમાં ટ્રેનમાં રીઝર્વેશન કોચમાં જનરલ ટીકીટના પેસેન્જરોને કોચમાંથી ઉતારવા નીચે ઉતરતા કોઇ અજાણ્યો શખ્સ ટીકીટ ચેકરનો જરુરી ડોકયુમેન્ટ સાથેનો થેલો ચોરી જતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ભાવનગરના હાદાનગર સત્યનારાયણ સોસાયટી-ર પ્લોટ નં ૧૨૭ માં રહેતા અને રેલ્વેમાં સીનીયર ટીકીટ ચેકર મહેશભાઇ વનાભાઇ વાળોદરા (ઉ.વ.૪૩) એ રાજકોટ રેલ્વે પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
જેમાં પોતે બે દિવસ પહેલા રાજકોટ સુધીની નોકરી હોઇ, પોતે ટ્રેનમાં એસ-૩ કોચમાં ટીકીટ ચેકર તરીકે નોકરી પર હતા અને ભાવનગરથી નીકળ્યા હતા ત્યારે પોતાની પાસે સરકારી (એકસેસફેર) બુક તથા એક જોડી કપડા સાથેની કાળા કલરની હેન્ડબેગ હતી. આ બેગ વાંકાનેર સુધી પોતાની પાસે હતી.
બાદ ટ્રેન વાંકાનેર રેલ્વે સ્ટેશન પર ઉભી રહેતા એસ-૩ રીઝર્વેશન કોચમાં જનરલ ટીકીટના પેસેન્જરો ઘુસી જતા તેને કોચમાંથી નીચે ઉતારવા માટે પોતે નીચે ઉતર્યા હતા. બાદ ટ્રેન ચાલુ થતા પોતે કોચમાં બેસી ગયા હતા. ત્યારે પોતે રાખેલી બેગ જોવા ન મળતા પોતે તપાસ કરતા બેગ મળી ન આવતા કોઇ અજાણ્યો શખ્સ બેગ ચોરી ગયો હોવાની ખબર પડતા પોતે રાજકોટ રેલ્વે પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.