ચંદ્રપુર નાળા પાસેથી ઈંગ્લીશ દારૂ પકડાયો: નશો કરી મોટર સાયકલ ચલાવતા
વાંકાનેર: તાલુકાના બોકળથંભા રામાપીરના મંદીર પાસે કુલ પાંચ અને શીતળાધાર માટેલ ગામેથી ચાર જણા એમ કુલ નવ ને જાહેરમાં જુગાર રમતા પોલીસ ખાતાએ પકડેલ છે…
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ (૧) મીથુનભાઈ તેજાભાઈ સરાવડીયા (ઉ.વ.૨૫) રહે. બોકળથંભા (૨) રવિભાઇ પરબતભાઈ મુધવા ભરવાડ (ઉ.વ.૨૪) રહે. બોકળથંભા (૩) ઉમેશભાઈ સોમાભાઈ તાવીયા (ઉ.વ.૪૦) રહે. લુણસરીયા (૪) લાલજીભાઇ પ્રભુભાઈ મંદ્રેસણીયા (ઉ.વ.૩૦) રહે. માથક તા. હળવદ અને 
(૫) બાબુલાલ વિઠલદાસ ગોંડલીયા (ઉ.વ.૬૨) રહે. બોકળથંભા વાળાને જાહેરમાં તીન પતીનો જુગાર રમતા રોકડા રૂગ. ૧૦,૫૫૦/- ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી કરેલ છે…
પોલીસ ખાતાએ બીજા દરોડામા માટેલ ગામે શીતળાધાર રહેણાંક વિસ્તારમાં મેઇન શેરીમાં (૧) કીશનભાઇ કરશનભાઈ ડાભી (ઉ.વ. ૨૧) રહે. શીતળાધાર માટેલ (૨) કુકાભાઇ ભલાભાઇ સરાવાડીયા (ઉ.વ.૨૫) રહે. શિતળાધાર માટેલ (૩) સુરેશભાઈ સનાભાઈ સરાવાડીયા (ઉ.વ.૨૫) રહે. શિતળાધાર માટેલ (૪) દિનેશભાઇ અરજણભાઇ આકરીયા (ઉ.વ.૨૫) રહે. શિતળાધાર માટેલ મુળ ગામ ડુંગરપુર તા.હળવદ ચારેય ઇસમો જાહેરમાં તીનપતીનો જુગાર ૨મતા રોકડ રૂપિયા ૧૧,૨૯૦/- ના મુદામાલ સાથે અટક કરેલ છે…
ચંદ્રપુર નાળા પાસેથી ઈંગ્લીશ દારૂ પકડાયો
ચંદ્રપુર નાળા સર્વિસ રોડ પરથી (1) વસીમ ઉર્ફે બાપુડી અબ્દુલભાઇ દીવાન રહે. ગેલેક્ષી સોસાયટી, વાંકાનેર (ઉ.વ. 34) અને (2) ઇમરાન ઉર્ફે ભૂરો ઇબ્રાહીમભાઇ પઠાણ રહે. ચંદ્રપુર સામે પોલીસ ખાતાએ ગેરકાયદેસર પાસ, પરમીટ કે આધાર વગર ઈંગ્લીશદારૂની બોટલો નંગ-૦૫ અને કિંમત રૂ.૪૨૫૦/- હેરાફેરી માટે ઉપયોગમા લીધેલ એક્સસેસ મોટર સાયકલ જેના રજી.નંબર-GJ-36-AE-8055 
કિંમત રૂ. ૨૦,૦૦૦/- તેમ જ વર્ના ગાડી રજી.નંબર-GJ-01-KP-6446 કિંમત રૂ. ૧૫૦,૦૦૦/- એમ કુલ મુદ્દામાલ કિંમત રૂ.૧,૭૪,૨૫૦/- ના મુદ્દામાલ સાથે પકડેલ છે. વસીમને વર્ના ગાડી લઈને ઈંગ્લીશ દારૂની બોટલો ઇમરાન આપી ગયેલ હતો. પ્રોહી.એકટ કલમ-૬૫એ, ૧૧૬બી, ૯૮(૨) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
નશો કરી મોટર સાયકલ ચલાવતા
લાકડધારના મહેશભાઈ હીરાભાઈ ગાંગડીયા (ઉ.વ.35) વાળો પોતાનાં હવાલા વાળુ હોન્ડા એકટીવા રજી.નં. GJ-36-AG-2958 કી.રૂ.૨૦,૦૦૦/- વાળુ વગર ડ્રાઇવીંગ લાયસન્સે કેફી પ્રવાહી પીધેલ હાલતમાં ડ્રાઇવીંગ કરતા મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫,૩-૧૮૧ તથા પ્રોહી. કલમ ૬૬(૧)બી મુજબ નોંધી પોલીસ ખાતાએ કાર્યવાહી કરેલ છે…