વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ક્રેવીટા સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં ગત તા. ૯/૩ ના રોજ સવારે સાત વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી
અને જે ઘટનામાં બે સગા ભાઈ સહિત કુલ મળીને પાંચ વ્યક્તિઓ દાજી ગયા હતા જેથી કરીને દાઝી ગયેલ હાલતમાં તે તમામ વ્યક્તિઓને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને
સારવાર દરમિયાન તા ૧૩ ના રોજ આશિષ પ્રેમકુમાર બંજારા (૨૦) રહે. હાલ ક્રેવીટા સીરામીક લેબર કોલોની માટેલ મૂળ રહે જારખુરપા જિલ્લો નરસિંહપુર મધ્યપ્રદેશ વાળાનું મોત નિપજ્યું હતું ત્યાર બાદ આ ઘટના દાઝી ગયેલ મૃતક આશિષનો સગો ભાઈ વિકાસ પ્રેમકુમાર બંજારા (૨૨) અને લક્ષ્મણ વિષ્ણુ કહાર (૨૧)નું પણ રાજકોટ ખાતે મોત નીપજયું છે
જે અંગેની રાજકોટની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે લેબર ક્વાર્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી આ ઘટનામાં હજુ રિતેશ ધર્મેન્દ્રભાઈ કુશવાહા (૨૨) અને રાહુલ સુમંત બંજારા (૧૮) હાલમાં મોરબી ખાતે સારવારમાં છે આ અંગેની આગળની વધુ તપાસ જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે.