ટંકારા: તાલુકાના મીતાણા ગામે ખેત મજૂરી અર્થે આવેલો શ્રમિક પરિવાર છતર ગામે ખેતરમાં કામ કરતો હતો ત્યારે ત્રણ વર્ષનો માસુમ બાળક રમતો હતો તે દરમિયાન ટ્રેક્ટરની ટોલીનું વહીલ માથે ફરી વળતા માસુમ બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે…
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના મીતાણા ગામે ખેત મજૂરી અર્થે આવેલો શ્રમિક પરિવાર છતર ગામે જીઆઇડીસી સામે આવેલ ખેતરમાં કામ કરતો હતો ત્યારે શ્રમિક પરિવારનો સંજય રેમનભાઈ રાઠવા નામનો ત્રણ વર્ષનો માસુમ બાળક ખેતરમાં રમતો હતો તે દરમિયાન ટ્રેક્ટરની ટોલીનું વહીલ માથે ફરી વળતા માસુમ બાળકને ઇજા પહોંચી હતી માસુમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વ જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી…
પ્રાથમિક પૂછપરછમાં મૃતક માસુમનો પરિવાર મૂળ છોટાઉદેપુરનો વતની છે અને મૃતક બાળક તેના માતા પિતાને આધાર પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસને નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…