કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર FCI ગોડાઉને આવતો ટ્રક લૂંટાયો

લૂંટાયેલા ટ્રકનો અકસ્માત થતા લૂંટારા ઘવાયા

કારમાં આવેલા બાર લાખની લૂંટના ચાર આરોપી મૂળીના હોવાનું ખુલ્યું

હળવદથી વાંકાનેર એફસીઆઈ ગોડાઉને આવતા ઘઉં ભરેલા ટ્રકને લૂંટવામાં આવેલ. નવાઈની વાત એ છે કે લૂંટાયેલા આ ટ્રક્નું એક્સિડન્ટ થતા લૂંટારા ઘવાયા હતા.


બનાવની વિગત એવી છે કે
હળવદના ભવાનીનગરમાં રહેતા ફિરોજભાઈ જુમાભાઈ જુણેજા એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે ડ્રાઈવર તરીકે રબારી રમેશભાઈ મેરૂભાઈની ટ્રક ચલાવે છે ત્યારે ગત. તા. ૩૦ ના રોજ રાત્રીના કન્ટેનર જીજે ૨૭ એક્સ ૪૨૩૫ લઈને શિવ કેરિયર કન્ટેનર યાર્ડમાંથી આશરે ૨૩ ટન કન્ટેનરમાં ભરી વાંકાનેર એફ સી આઈ ગોડાઉનમાં લઇ જવાના હોય અને તેની બીલ ટી પણ આપેલ જેથી હળવદથી વાંકાનેર જવા માટે ફિરોજભાઈ નીકળ્યા હતા.

શક્તિનગર અપસે પેટ્રોલપંપ ખાતે ડીઝલ પુરાવી ત્યાંથી આગળ જતા એક ફોર વહીલ કાર ઓવર ટેક કરી જનતા હોટલથી આગળ કન્ટેનર આગળ ચાલવા લગાયેલ અને સાઈડ આપેલ નહિ તેમજ હળવદથી થોડે આગળ પરિશ્રમ હોટલ નજીક કન્ટેનરને ઉભું રાખવી ફોર વ્હીલ કારમાંથી ચાર શખ્સોએ ઉતરેલા અને ફિરોજભાઈને ટ્રકમાંથી નીચે ઉતારી માર મારેલ અને મોટો પથ્થર ઉપાડી મારવા જતા ફિરોજભાઈ ત્યાંથી નાશી ગયા બાદ કન્ટેનર માલિક રમેશભાઈને બનાવ અંગે જાણ કરતા રમેશભાઈ દોડી આવ્યા હતા અને ફિરોજભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ફિરોજભાઈ સારવારમાં હોય દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે કન્ટેનર શિવજી હોટલ સામે પલટી મારી ગયેલ છેજેમાં બે શખ્સોને ઈજા પહોચી હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે

બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવ્યા પોલીસ દોડી આવી હતી અને તપાસ ચલાવી હતી જે મામલે ફિરોજભાઈ એ આરોપી કુલદીપસિંહ વાઘેલા, સહદેવસિંહ વનરાજસિંહ ઝાલા અને વિરલભાઈ શૈલેશભાઈ સોની રહે- ત્રણેય મુળી અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે, તો હળવદ પોલીસે ૧૨ લાખની લુટની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!