મોરબી એલસીબીની કાર્યવાહી : પંજાબ બાજુથી રાજકોટ તરફ જતો હતો ટ્રક
મોરબી એલસીબીએ વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડયો છે. આ ટ્રકમાં અંદાજે 925 પેટી જેટલો દારૂ હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુત્રોમાંથી મળતી વિગત અનુસાર મોરબી એલસીબી દારૂની બદીને નાથવા સક્રિય હોય, આ દરમિયાન ટીમે વાંકાનેર બાઉન્ડ્રી પાસે એક ટ્રકને રોકીને તલાશી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેને પગલે ટ્રકને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવ્યો છે. ટ્રકમાં દારૂની પેટીની ગણતરી કરતા પોલીસ જવાનોને કલાકોનો સમય લાગ્યો હતો. આ ટ્રકમાંથી અંદાજે 925 પેટી જેટલો દારૂ પકડાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી તરફ એવી માહિતી મળી છે કે ટ્રક પંજાબ બાજુથી આવ્યો હતો અને રાજકોટ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન મોરબી એલસીબીએ તેને ઝડપી લીધો હતો. હાલ આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
એલસીબી ટીમે આ કન્ટેનર ટ્રકમાંથી રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની 960 બોટલ કિંમત રૂપિયા 4,99,200, મેઝીક મુમેન્ટ ગ્રીન એપલ વોડકાની 1116 બોટલ કિંમત રૂપિયા 4,46,400, મેકડોવેલ્સ-1 કલેકશન વ્હીસ્કીની 2352 બોટલ કિંમત રૂપિયા 8,82,000, રોયલ સ્ટેગ સુપીરીયર વ્હીસ્કીની 180 એમએમના ચપલા નંગ 1920 કિંમત રૂપિયા 1.92 લાખ, ઓલ સીઝન વ્હીસ્કીની 180 એમએલ ચપલા બોટલ નંગ-4560 કિંમત રૂપિયા 6,84,000, મેકડોવેલ્સ-1 વ્હીસ્કીની 180 એમએલની ચપલા બોટલ નંગ 9408 કિંમત રૂપિયા 9,40,000, હેવર્ડ્સ 5000 સુપર સ્ટ્રોંગ બીયરના ટીન નંગ-5400 કિંમત રૂપિયા 5,40,000 કબ્જે કરી ગુન્હાના કામમાં ઉપયોગમાં લેવાયેલ ટાટા ટ્રક કન્ટેનર કિંમત રૂપિયા 10 લાખ, એન્ડ્રોઇડ મોબાઇલ ફોન એક કિંમત રૂપિયા 5000 અને રોકડા રૂપીયા 2100 મળી કુલ રૂપિયા 51,91,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ સફળ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી.