કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરમાં પક્ષીઓ માટે અનોખો સેવાયજ્ઞ

સેવાભાવી દ્વારા દરરોજ પક્ષીઓને પાણી-ચણ પૂરૂ પાડવામાં આવી રહ્યું છે

વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં આવેલ બાપા સિતારામની મઢુલીના સંચાલક વનરાજસિંહ જાલુભા જાડેજા દ્વારા પક્ષીઓ માટે એક અનોખો સેવાયજ્ઞનો પ્રારંભ કરાયો છે. જેમાં વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ રેલ્વે બ્રીજ પાસે છેલ્લા સાતથી આઠ વર્ષની પક્ષીઓને પાણી તથા ચણ પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

જેમાં હજારો પક્ષીઓ નિત્યક્રમ મુજબ સમયસર આવી જતા હોય છે. અલગ-અલગ ચાર જગ્યા ઉપર ચબુતરા બનાવી ગ્રાઉન્ડ ફરતે ફેન્સીંગ ઝાળી બનાવી પાણીના કુંડા મૂકવામાં આવેલ છે. જેમાં સંચાલક વનરાજસિંહ દ્વારા આખી સોસાયટીમાં ઘેર-ઘેર ફરી દર એકાદશી અગીયારસના દિવસે પક્ષીઓ માટે ચણ

એકત્રીત કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત દરરોજ પક્ષીઓને 25થી30 કિલો ચણ નાખવામાં આવતુ હોય છે તેમજ આ સેવા યજ્ઞના સંચાલક દ્વારા ફકત ને ફકત ચણ જ સ્વીકારવામાં આવતું હોય છે. સંચાલક દ્વારા રોકડ રકમ સ્વીકારવામાં આવતી નથી જેની દરેક ધર્મપ્રેમી જીવદયાપ્રેમીઓની જાણ માટે આ ઉપરાંત

વનરાજસિંહ એ અપીલ કરતા જણાવ્યુ છે. આપના પરિવારની કોઈનો જન્મદિવસ, કોઈની તિથિ પ્રસંગ દરમ્યાન ચણ આપવા ઈચ્છતા હોય તો મો. 90991 19954 પર વનરાજસિંહ જાડેજાનો સંપર્ક કરવા જણાવાયું છે. આ સેવા યજ્ઞમાં જયારે-જયારે ચણમાં ઘટ આવે છે ત્યારે પક્ષીપ્રેમી સુરેશભાઈ બોટ દ્વારા ચણ પુરૂ પાડવામાં આવતું હોય છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!