વાંકાનેર: અહીંના પોલીસ સ્ટાફે એક શખ્સને વરલીના આંકડા લેતા અને બે શખ્સોને અંધારામાં કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા તેઓની વિરુદ્ધ ગુન્હા નોંધાયા છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર નવાપરા સંધી સોસાયટીનો અસરફભાઈ દાઉદભાઈ પીપરવાડીયા પીંજારા (ઉ.વ.29) સિંધાવદર દરવાજા એક્સિસ બેન્ક પાસે જાહેર ખુલ્લી જગ્યામા નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા વર્લી સાહીત્ય તથા રોકડા રૂા.૨૮૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ ગુન્હો નોંધાયો છે….
અંધારામાં લપાતા છુપાતા પકડાયા:
હાલ વાંકાનેર તાલુકાના રાતાવીરડા સીમમાં રહેતા મુળ ગામ-ઢેઢુકી તા. વીંછીયા વાળા રાજેશભાઈ ઇભુભાઈ જખાણીયા જાતે દેવીપુજક (ઉ.વ.25) અને અરવિંદ ધીરુભાઈ ચાડમીયા (ઉ.વ. 35) હાલ વાંકાનેર તાલુકાના રાતાવીરડા સીમમાં રહેતા મુળ ગામ આલમપર તાલુકા રાણપુર જિલ્લા બોટાદ વાળો મોડી રાત્રીના અંધારામાં લપાતો છુપાતો માટેલ રોડ અમરધામ પાસે આવેલ બંધ દુકાનના તાળા ફંફોળતો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ ગુન્હો નોંધાયો છે….