ખેલાડીઓની હરરાજી થઈ હતી: ગ્રામજનોનો સારો પ્રતિભાવ મળ્યો

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે ગામના યુવાનો દ્વારા વૉલીબૉલની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પંચાસિયા ગામની ચાર ટીમે (ટીમ A , ટીમ B, ટીમ C, ટીમ D) ભાગ લીધો હતો. તેમાંથી ટીમ A અને ટીમ B ફાઇનલમાં આવી હતી. તેમાંથી ટીમ B ફાઇનલમાં વિજેતા થઈ હતી. આ ટુર્નામેન્ટના આયોજનમાં પંચાસિયાના યુવાનો અને ઇલાહી યુવા ગ્રુપનું બહુ સારું યોગદાન રહ્યું હતું. સૌથી પહેલા આખા ગામના ખેલાડી ભેગા કરીને હરરાજી કરવામાં આવી હતી, જેમાં આખા ગામમાં બધાનો સારો રિસ્પોન્સ મળ્યો હતો; ત્યાર બાદ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
બી ટીમનાં ખેલાડીના નામ આ મુજબ છે (1) આસિફ બાદી ઇલાહી ટેલિકોમ – કેપ્ટન (2) સોયબ અલીભાઈ (3) ઈલિયાસ ચૌધરી-50 (4) ઇનાયત (માજી)-160 (5( ઈરફાન કડીવાર-155 (6) વાહીદ ચૌધરી-70 (7) અલફેઝ માથકીયા-45
એ ટીમનાં ખેલાડીના નામ આ મુજબ છે (1) જીલાની (2) ફારૂક ચૌધરી (3) અસલમ ઇલાહી-105 (4) રીયાજુદીન (જીગો)-245 (5) સોયબ ચૌધરી-35 (6) સરફરાઝ ઈન્ઝામુલ-Base
નામ પાછળ નંબર લખેલા છે , એ હરરાજીના પોઇન્ટ છે.
અલ્તાફભાઈ ખોરજીયાનાં સપોર્ટમાં આ પહેલી સીઝન પુરી થઈ. વિજેતા ટીમને ટ્રોફી અને ઇનામ આપવામાં આવ્યા હતા. હવે પછી પંચાસિયા માટેની બીજી સીઝન ટૂંક સમયમાં રમાશે.