વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ ગામે પતિ દ્વારા માર મારતા પરિણીતા સારવારમાં મોરબી દવાખાનામાં દાખલ થયેલ છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ ગામે અમરધામ મંદિર પાસે રહેતા એક મહિલાને પ્રેમાબેન રામદયાલભાઈ રાજભર (ઉમર 25) નામની મહિલાને તેમના પતિ દ્વારા
માર મારવામાં આવ્યો હતો. જેથી ઇજાઓ થતા પ્રેમાબેન રાજભર નામની પરિણીતાને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવી હતી. હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ પ્રથમ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા
એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારનો હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરી હતી.