સણોસરા ગામે વાડીમાં મગફળી કાઢતી વખતે દિલસાનાબેન શેરસીયાનું મૃત્યુ
રાજકોટ: સણોસરા ગામે વાડીમાં મગફળી કાઢતી વખતે મહિલાનો દુપટ્ટો ગળામાં વીંટાઈ જતા ફાંસો લાગવાથી મોત નીપજ્યાનો કરુણ બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સણોસરા ગામમાં રહેતાં દિલસાનાબેન આયુનભાઈ શેરસીયા (ઉ.વ.35) નામની પરિણીતા આજે સવારે પોતાની વાડીએ હલરમાં મગફળી કાઢતી હતી…
ત્યારે ચૂંદડી હલરમાં આવી જતાં ચુંદડી ગળાના ભાગે વીંટાઈ ગઈ હતી. અને તેણી બેભાન જતાં તાકીદે સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવારમાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કરતા ગમગીની છવાઈ ગઈ હતી. તેણીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું…