માટેલ મંદીરે દર્શન કરવા પગપાળા જતા બનેલો બનાવ
વાંકાનેર: રાજકોટના ગુંદાવાડીમાં રહેતા પટેલ જ્ઞાતિના મહિલાને રાજકોટ રોડ પર આવેલ દૂધની ડેરી અને અમરસર ફાટક વચ્ચે એક મોટર સાયકલ ચાલકે ઇજા થતા મરણ નીપજેલ છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં મધુસુદનભાઈ જાદવજીભાઈ સોજીત્રા જાતે પટેલ (ઉવ ૬૭) રહે. કેવડીવાડી શેરી નં.૦૫ ગુદાવાડી શાક માર્કેટ પાસે રાજકોટ વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે ગઈકાલે પોતે, તેમના પત્ની મનીષાબેન તથા અન્ય એક માટેલ ખાતે આવેલ
ખોડીયાર માતાજીના મંદીરે દર્શન કરવા પગપાળા અમરસર ફાટક તરફ ચાલતા જતા હતા ત્યારે રાત્રીના આશરે સાડા સાતેક વાગ્યે સીધાવદર તરફથી એક હોન્ડા સાઇન કંપનીનુ મોટર સાયકલ નં. જી.જે.૦૩ સી.એન.૯૯૧૮ પુર ઝડપે અને બેફીકરાઇથી ચલાવી આવેલ હોય
મનીષાબેન સાથે પાછળથી ભટકાયેલ, તેને ગંભીર ઇજા થતા ૧૦૮ મા વાંકાનેર સરકારી હોસ્પીટલે સારવારમાં લાવતા ડોકટર સાહેબે મરણ ગયેલનુ જાહેર કરેલ. મો.સા. ચાલક ત્યા સરકારી હોસ્પીટલમાં સારવારમાં આવેલ હતો, જેનું નામ ખુલજીભાઈ ચૌધરી હોવાનું જાણવા મળે છે.
પોલીસખાતાએ આઈ.પી.સી. કલમ-૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ ૧૭૭, ૧૮૪, મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે.
રાતાવીરડાના ભુપત પ્રેમજી ભવાણીયા લાકડાના ધોકા સાથે નીકળતા હથિયારબંઘીના ભંગ હેઠળ અને માટેલના અનિલ અવચર પાસેથી 40 કોથળી દેશી દારૂ મળી આવતા પોલીસ કાર્યવાહી
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો