વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા એક મહિલાએ ઝેરી દવા પી લેવાનો બનાવ બન્યો છે.





જાણવા મળ્યા મુજબ અદેપર ગામે રહેતા અને તેવીસ વર્ષના જનકબેન ભીમાભાઈ હડાલી નામની મહિલા કોઈ કારણોસર ૧૭ તારીખના રોજ સાંજના ૭:૩૦ વાગ્યાના અરસામાં ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને બેભાન થઈ જતાં તેને મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. બનાવ વાંકાનેર તાલુકાની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે તજવીજ શરૂ કરી હતી….
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
