વાંકાનેર તાલુકાના કોટડા ગામના રહેવાસી જયાબેન અમરશીભાઇ સોલંકી નામની ચાલીસ વર્ષીય મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને મોરબી- રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા નજીકના છતર ગામ પાસેથી જતા હતા.



આથી ત્યાં રસ્તામાં મેલડી માતાના મંદિર નજીક તેઓ અકસ્માતે બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓ થતા અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.કૂલચરીયા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.