ત્રણેય કેસમાં દર્દીઓ રાજ્ય બહાર ગયા ન હોવા છતાં કોરોના વળગ્યો
સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં કોરોનાની એન્ટ્રી સાથે રોજે – રોજ કેસ વધી રહ્યા છે તેવામાં મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં જ કોરોનાની હેટ્રિક નોંધાઈ છે. જેમાં મોરબીના બે યુવાન અને ટંકારાના મહિલા કોરોના સંક્રમિત બન્યાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે. જો કે, ત્રણેય કેસમાં દર્દીઓ રાજ્ય બહાર ગયા ન હોય લોકલ હિસ્ટ્રી હોવા છતાં કોરોના વળગ્યો હોવાનું સામે આવ્યું છે…


મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા છે. જેમાં મોરબીના 24 અને 34 વર્ષીય બે પુરુષ તેમજ ટંકારાના ગ્રામ્ય વિસ્તારની 44 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત બન્યાનું જાહેર થયું છે. જો કે, મોરબીના બન્ને યુવાન હોમ આઈસોલેટ છે જ્યારે ટંકારાના મહિલાને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે સત્તાવાર જાહેર કર્યું છે…
