કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

માવતરે રહેતી પરિણીતાની પતિ સહિત ત્રણ સામે ફરિયાદ

વાંકાનેર:પંચાસર રોડ ઉપર જ્યોતિ વિદ્યાલયની બાજુમાં આવેલ ખોડીયાર સોસાયટીમાં માવતરના ઘરે રહેતી પરણીતાએ તેના પતિ, દિયર અને સાસુ સામે ઘરકામ બાબતે હેરાન પરેશાન કરતા હોવાની તેમજ શંકા વહેમ રાખી મેણા મારી અવારનવાર મારફૂટ કરતા હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે…

મળેલ માહિતી મુજબ મૂળ દુધરેજ ગામ વણકરવાસના રહેવાસી અને હાલમાં વાંકાનેરના પંચાસર રોડ ઉપર જ્યોતિ વિદ્યાલયની બાજુમાં ખોડીયાર સોસાયટીમાં રહેતા કંચનબેન સંજયભાઈ વાઘેલા (30)એ હાલમાં મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સંજયભાઈ પરસોતમભાઈ વાઘેલા, દિયર ચેતનભાઇ પરસોત્તમભાઈ વાઘેલા અને સાસુ કાંતાબેન પરસોતમભાઈ વાઘેલા રહે. બધા દુધરેજ ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેના પતિ, સાસુ અને દિયર દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે હેરાન કરવામાં આવે છે અને શંકા વહેમ રાખીને મેણા ટોણા મારવામાં આવે છે અને અવારનવાર મારકૂટ કરે છે આમ શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હોય ભોગ બનેલ પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!