વાંકાનેરના માટેલ રોડ પર રહેતા મોરબીના બંધુનગર ગામ નજીક ડમ્પરે મોટર સાઈકલને હડફેટે લેતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું જે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના માટેલ રોડ પર રહેતા અને એડીકોન પેપર પ્રોડક્ટ કારખાનામાં કામ કરતા
જેન્તીભાઈ હમીરભાઈ છાસીયા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે પત્ની કમુબેન ઉર્ફે કોમલબેન (ઉ.૩૨) તથા
તેના દીકરા કાર્તિક અસ્થે જતા હોય દરમિયાન બંધુનગર નજીક પહોચતા ડમ્પર જીજે ૧૦ ટીવાય ૫૫૫૧ ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે
ચલાવી જેન્તીભાઈના મોટર સાઈકલ જીજે ૦૩ એન જે ૧૨૬૭ ને ઠોકર મારતા જેન્તીભાઈ સહિતના પત્ની અને દીકરાને રોડ પર પછાડી દઈ
વાહન અકસ્માત કરી ડમ્પરનું વહીલ કમુબેન પર ફરી વળતા તેને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો ડમ્પર ચાલક વાહન મૂકી
નાશી ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે