કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કોટડાનાયાણીમાંથી મહિલા સંચાલિત દેશીદારૂની ભઠ્ઠી પકડાઈ

દારૂના ગુનામાં 7 માસથી ફરાર બે આરોપીઓ ઝડપાયા: છરી મળી આવી

વાંકાનેર: તાલુકાના કોટડાનાયાણી ગામની સીમમાંથી મહિલા સંચાલિત દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી પોલીસ ખાતાએ પકડી મહિલાની ધરપકડ કરેલ છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વાલાસણ પહોંચતા બાતમી મળેલ કે કોટડાનાયાણી ગામની સીમમાં દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ચાલી રહી છે, આથી પોલીસ ખાતું કોટડાનાયાણી ગામે આંકડિયા સીમ તરફ જવાના રસ્તે દેવીપૂજક સો-વારિયા મકાનથી આગળ નદીના કાંઠે બાવળની કાંટમાં ખરાબામાં જતા ભઠ્ઠી મળી આવી હતી…

જાણવા મળ્યા મુજબ કોટડાનાયાણી ગામની સીમમાંથી હંસાબેન દિનેશભાઈ જકશીભાઈ સોલંકી (ઉ.વ.40) મહીલા આરોપી કોટડાનાયાણી ગામે નદીના કાંઠે બાવળની કાંટમાં ખરાબામા ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર દેશીદારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશીદારૂ બનાવતા રેઇડ દરમ્યાન ગરમ આથો આશરે લીટર-૩૦ કિ.રૂ.૭૫૦/- તથા ઠંડો આથો આશરે લીટર-૧૫ કિ.રૂ.૩૭૫/- તથા દેશીદારૂ આશરે લિટર-૦૮ કિ.રૂ. ૧૬૦૦/- તથા ભઠ્ઠીના સાધનો જેમા ટીનનું તપેલુ નંગ-૧ કિ.રૂ.૨૦૦/- તથા પતરાનું બેરલ નંગ-૧ કિ.રૂ.૧૦૦/- તથા સ્ટીલની થાળીમાં ભુંગળી ફીટ કરેલ તે કિ.રૂ. ૩૦/- એમ કુલ કિ.રૂ.૩૦૫૫/-ના મુદ્દામાલ સાથે મળી આવતા પ્રોહિ. કલમ ૬૫ બી સી ડી ઈ એફ મુજબ નોંધેલ છે….રાજા કેટલ ફીડ - રાજાવડલા તરફથી

દારૂના ગુનામાં 7 માસથી ફરાર બે આરોપીઓ ઝડપાયાવાંકાનેર તાલુકા પોલીસ મથકના દારૂના ગુનામાં છેલ્લા 7 મહિનાથી નાસતા ફરતા બે આરોપીઓ હેમંતભાઈ ગુલાબદાસભાઈ મૈસૂર્યા ઉ.વ.44 તથા વિનિતભાઈ ભરતભાઇ મૈસૂર્યાને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

છરી મળી આવી: વાંકાનેર શકિતપરા શકિતમાતાના મંદીર પાસે રહેતા નવઘણભાઈ પ્રેમાભાઈ જખાણીયા (ઉ.વ.36) પોતાના કબ્જામા એક છરી જે હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય તેવો લઈ જાહેરમાં નીકળતા મળી આવતા અધિક જિલ્લા મેજી.સા. મોરબી જિલ્લા મોરબીના હથિયારબંધી જાહેરનામા ભંગ કરતા અને ગુન્હો જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ પોલીસ ખાતાએ નોંધ્યો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!