“મેરે અંગનેમેં તુમ્હારા ક્યાં કામ હે?”
વાંકાનેર : વાંકાનેરમાં મચ્છુ નદીમાં મહિલા કપડાં ધોઈ રહી હતી, ત્યારે બાઈક લઈને નદીએ ગયેલા શખ્સને અહીં મહિલાઓ કપડાં ધોતી હોય ન આવવા કહેતા આ શખ્સ સહિતના ચાર શખ્સોએ મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા જસ્મીનબેન શક્તિભાઇ ઝાલાવાડીયા, ઉ.30 તેમના બહેનપણી સાથે મચ્છુનદીમાં કપડાં ધોવા ગયા હતા.
ત્યારે આરોપી હશનભાઈ નામનો શખ્સ બાઈક લઈને નદીએ આવતા જસ્મીનબેને આ શખ્સને અહીં મહિલાઓ કપડાં ધોતા હોય ન આવવા કહેતા હસનભાઈએ જસ્મીનબેનના વાસામા પાઇપ ફટકાર્યા હતા.
બાદમાં હસનભાઈએ તેની પત્ની, માતા અને અન્ય એક શખ્સને ફોન કરીને નદીએ બોલાવી જસ્મીનબેનને માર મારતા જસ્મીનબેને ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.