હોસ્પિટલેથી રજા થયા બાદ ધરે મોત
વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતી એક મહિલાએ કોઇ અગમ્ય કારણોસર એસિડ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જેમાં હોસ્પિટલેથી રજા થયા બાદ મહિલાનું ધરે મોત થતાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે રહેતા વૈશાલીબેન ઉર્ફે સંગીતાબેન કાંતિલાલ વોરા ગત તા.૨૫/૦૧ ના રોજ એસિડ પી આપધાત કરવાનો પ્રયાસ કરતા તેને પ્રથમ વાંકાનેર બાદમાં રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા, જેમાં સારવારથી સાજા થતાં તેમને રજા આપ્યા બાદ રાતીદેવળી ધેર આવી ગયા હતા. જ્યાં અચાનક જ તેમનું શરીર ઠંડુ પડી જતા મોત થયું હતું, જેથી આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.