પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર તાલુકાના પાજ ગામ ખાતે વર્ષ ૨૦૧૪ મા વેંચાણથી આપેલ ખેતીની જમીનમાં મુળ માલીક દ્વારા ગેરકાયદેસર કબ્જો કરી જમીન ખાલી નહીં કરતા મહિલાએ કલેકટર સમક્ષ ફરિયાદ અરજી કર્યા બાદ ગઈ કાલે આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
આ બાબતે જાણવા મળ્યા મુજબ ફરિયાદી મંજુબેન જીવણભાઈ ટોળીયા (ઉ.વ. ૫૫, રહે. રાજકોટ) એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ વાંકાનેરના પાજ ગામના સર્વે નં. ૬૩ પૈ.ર ની જમીન વર્ષ ૨૦૧૪માં વેચાણ દસ્તાવેજથી યુનુસભાઇ મામદભાઇ સીપાઇ પાસેથી ખરીદી કરેલ હોય જેમાં મુળ માલીક આરોપી એવા યુનુસભાઈ મામદભાઈ સીપાઇ દ્વારા આ જમીનનો કબ્જો ખાલી નહીં કરતાં, બાબતે ફરિયાદીએ મોરબી કલેકટરમાં આરોપી સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ અરજી કરતા બાબતે કલેક્ટરશ્રીના હુકમથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આરોપી યુનુસભાઈ મામદભાઈ સીપાઇ (રહે. પાજ) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ 4(1), 4(3), 5(c) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
પોલીસ સ્ટેશનેથી
ટ્રાફિકના નિયમના ભંગ સબબ:
જીનપરા શેરી નં 12 માં રહેતા જેન્તીભાઇ આંબાભાઈ બારૈયા અને જેતપરડાના કમલેશ મેહુલભાઈ સરૈયા સામે ટ્રાફિકના નિયમના ભંગ સબબ પોલીસ ખાતાએ કાર્યવાહી કરેલ છે.