વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક વરમોરા સિરામિક ફેકટરીમાં પતરાના શેડમાં કામગીરી કરી રહેલા નડિયાદ જિલ્લાના વતની ગણપતભાઈ ભુપેન્દ્રભાઈ ચાવડા ઉ.28 ગત તા.9 ડિસેમ્બર 2022ના રોજ માથા ઉપર પતરા લઈને જતા હતા ત્યારે ઉપરથી પતરું પડયું હતું.

જેની સારવાર માટે મોરબી, રાજકોટ અમદાવાદ ખસેડાયા હતા અને ત્યાર બાદ તેમના ઘેર સારવાર ચાલુ હતી જે દરમિયાન ગત તા.4 ફેબ્રુઆરીના રોજ મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.


