થાન રોડ પર નર્સરી પાસે બનેલો બનાવ
કમલેશભાઇ ભટ્ટીનું મોતઃ પુત્રને ઇજા
રાજકોટઃ વાંકાનેરમાં રહેતાં એક યુવકનું અકસ્માતમાં મોત થયું છે અને ઈજાગ્રસ્ત પુત્રને રાજકોટ દવાખાનામાં દાખલ કરેલ છે.
વાંકાનેરના કમલેશભાઇ કનુભાઇ ભટ્ટી (ઉ.વ.૩૫) અને તેનો પુત્ર સુરેશ (ઉ.વ.૧૩) બાઇકમાં બેસીને જતાં હતાં ત્યારે થાન રોડ પર નર્સરી પાસે અજાણ્યો કાર ચાલક ઠોકરે લઇ ભાગી જતાં બંનેને ઇજાઓ થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ પિતા કમલેશભાઇનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. જ્યારે પુત્રને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી.